About Us

Operations

શાળા અને વહીવટ

આ શાળાની સ્થાપના ૧૯૭૧માં ધોરણ ૮ થી ૧૦ સુધી થયેલી. ૨૦૦૯ માં ધો. ૧૧ અને ૧૨ નો વિજ્ઞાન પ્રવાહ શરુ કરેલો. શિનોર તાલુકામાં બીજી કોઈ સાર્વજનિક હાઈ સ્કૂલ ધો. ૧૧, ૧૨ માં વિજ્ઞાન ભણાવતી નથી. ખાનગી શાળાઓ ખર્ચાળ હોય છે. જે તાલુકાના ગરીબ વિદ્યાર્થીઓને પોષાય નહીં. શ્રેયસ વિદ્યાલય વિદ્યાર્થીઓ કે તેમના વાલીઓ પાસે થી કોઈ પણ ફી કે ખર્ચ લીધા વિના ભણાવે છે. અહીં  શિક્ષણ, યુનિફોર્મ, પુસ્તકો, નોટ બુક વિગેરે મફત આપવામાં આવે છે.  તાલુકા ના દરેક ગામોમાંથી વિદ્યાર્થીઓ વિજ્ઞાન ભણવા અહીં આવે છે. જરૂરિયાત વાળા વિદ્યાર્થીઓને વાહન ખર્ચ પણ અપાય છે.  

અહીંથી ધો ૧૨ પાસ કરી વિદ્યાર્થીઓ ને કોલેજ માટે માર્ગદર્શન અપાય છે. ખાસ જરૂર વાળા વિદ્યાર્થીઓને થોડો ઘણો કોલેજ ખર્ચ પણ અપાય છે. 

અહીં માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને સંસ્કૃત, કમ્પ્યુટર, ગણિત, વિજ્ઞાન, ખેતીવાડી, વિગેરે વિષયો ભણાવવામાં આવે છે. ધો ૧૧, ૧૨ ના વિદ્યાર્થોને રસાયણ શાસ્ત્ર, ભૌતિક શાસ્ત્ર, જીવ શાસ્ત્ર, ગણિત શાસ્ત્ર ભણાવવામાં આવે છે.       

 સામાન્ય રીતે અહીં વિદ્યાર્થીઓની આર્થિક રીતે ખાનગી ટ્યૂશન રાખી શકે તેવી ક્ષમતા નથી હોતી. માટે ભણાવનાર શિક્ષકે પુરી કાર્ય ક્ષમતા થી ભણાવવું પડે છે. 

 

Our Policy

શિક્ષક ની ભરતી લાયકાતના આધારે, દાન કે ફી વગર

અહીં શિક્ષક ના ઉંમેદવારો પાસે થી કોઈ ડોનેશન કે દાન લેવાતુ નથી. માટે શાળા, ટ્રસ્ટી, શિક્ષકો, કે વચ્ચેના કોઈ પણ માણસ સાથે પૈસાનો વ્યવહાર કરી ને શિક્ષક લેવાતા નથી. ફક્ત શિક્ષકની પોતાની લાયકાત ઉપર જ ભરતી થશે. ફક્ત ટેટ ની પરીક્ષાના આધારે ભરતી થશે નહીં. ભરતી કરતાં પહેલાં દરેક શિક્ષકે પોતાના SSC HSC કે કોલેજના બધા વર્ષના માર્ક શીટ રજૂ કરવા. તે તપાસાયા પછી જ ભરતી માટે વિચાર કરાશે.   .  

Alumni

શ્રેયસ વિદ્યાલયની સેવા કરતા પૂર્વ વિજ્ઞાન વિદ્યાર્થીઓ

Brijeshbhai S. Patel ,
School Trustee

Founder & CEO, Innovate369

Parixitbhai N. Bhatiya ,
Teacher, & Acting Head

B. Sc., M. Sc., B. Ed., M. Ed

Krushanbhai M. Patel,
School Trustee

M. Sc. student at G. N. Univ

Kushkumar S. Patel,
School Trustee

Food Tech student at Parul Univ.

Key Members

મિશન ડિરેક્ટર્સ અને મુખ્ય દાતાઓ

Dr. Bhogibhai M. Patel, High School Prabhari

Ph. D., M. B. A., M. S., B. E.

Dr. Manharbhai N. Patel

M. B. B. S., M. D. (USA)

Mr. Chaturbhai C. Patel

B. E. (USA)

Dr. Samirbhai B. Patel

B. S., M. D. (USA)

Mr. Bhogibhai B. Patel

B. Phy. Ed.(USA)

Dr. Ramanbhai C. Patel

M. B. B. S., M. D. (USA)

Advisors

અમારી સફળતા પાછળના માર્ગદર્શક મનોવૃત્તિઓ

Mr. Chaturbhai C. Patel

B. E. (Mech.)

Dr. Manharbhai N. Patel

M. B. B. S., M. D.

Dr. Pankajbhai T. Patel

M. B. B. S., M. D.

Dr. Vijaybhai Vyas

M. B. B. S., M. D.

Dr. Samir B. Patel

B. S., M. D.

Mr. Mineshbhai S. Patel

Treasurer

Mr. Sureshbhai A. Patel

B. Com.

Our Village

Know about Awakhal

અવાખલ શિનોર તાલુકાનું મોટું ગામ છે. વસ્તી લગભગ ૩૨૦૦ માણસ ની છે. જેમાં SC, ST, OBC, અને ખેતી કામ અને સર્વિસ વાળા લગભગ અડધી વસ્તી છે. બાકીની વસ્તી પટેલ ખેડૂતો ની છે. ગામનું વાતાવરણ શાંતિમય છે. ગામમાં કોઈ વિખવાદો કે ગુના ખોરી નથી. જગ્યા ઘણી સલામત છે. ગામ ના ઘણા પટેલો અમેરિકા, યુકે, કેનાડા, ઑસ્ટ્રેલિયા, જઈ ને વસ્યા છે. ગામની સુખાકારી સારી છે. 

અહીં ખાલી મકાનો ભાડા માટે મળી શકે છે. માસિક ભાડું લગભગ રૂ. ૧૫00 થી ૩૦૦૦ નું હોય. ગામની અંદર રસ્તા કોંક્રેટ ના છે. ઘરોમાં નળના પાણી તથા સંડાશ વિગેરેની વ્યવસ્થાઓ હોય છે. શેરી વાળીને કચરો સાફ થાય છે. 

ગામમાં માયાળુ અને સહકારી ભાવના વાળા ખેડૂતો ની વસ્તી છે. કુટુંબનું અને સમાજનું વાતાવરણ ગામમાં સ્પષ્ટ દેખાય છે.

ગામમાં અનાજ કરિયાણાની અને શાકભાજીની દુકાનો છે. વાળંદની દુકાનો છે. મસાલા વિગેરે પણ મળે છે. ગામમાં RO, Cooler, Air Conditioner, વિગેરે નવા નાખનારા અને સર્વિસ કરનાર છે. ગામમાં બે પૈંડા વાળી અને ચાર પૈંડા વાળી ગાડીઓ પણ ઘણી છે. અહીં પેટ્રોલ પંપ સાધલી અને સેગવામાં છે. સાધલી તથા સેગવામાં રેસ્ટોરો પણ છે. દક્ષિણે સાધલી અને પૂર્વમાં સેગવા અહીં થી ૪ કી.મી. દૂર છે. સાધલી તથા સેગવામાં વધુ દુકાનો છે.  શાકભાજી તથા ફળોની લારી વાળા દરરોજ સાધલીથી અવાખલ ગામમાં ફેરા મારે છે. 

અહીંથી ડભોઇ ૨૦ કિમિ ઉત્તર-પૂર્વમાં છે. વડોદરા ૫૦ કિમિ ઉત્તરમાં છે. Statue Of Unity (કેવડિયા) અહીં થી ૫૬ કીમી દૂર છે. અવાખલ ભરૂચ થી કેવડિયા તથા  ડભોઇ ના રસ્તા ઉપર છે. અહીં રોડ ઘણા સરસ છે. અવાખલ સારા રોડ થી વડોદરા, ભરૂચ, સુરત, બધાજ નાના મોટા શહેરો સાથે જોડાયેલ છે.  

અવાખલમાં નાનું દવાખાનું છે. આયુર્વેદનું દવાખાનું પણ છે. તે સિવાય મોટા ફોફળિયામાં નાની હોસ્પિટલ છે જ્યાં દર્દી ને દાખલ કરી સારવાર મળે છે.  ગામમાં ભાડાના વાહનો પણ મળે છે. 

ગામ ની નજીક મોટા ફોફળિયામાં ખાનગી શાળા છે જે બસ થી બાળકો ને શાળામાં લઈ જાય છે. ત્યાં અંગ્રેજી તથા ગુજરાતી મીડિયમમાં ધોરણ ૧ થી ૧૨ ભણાવે છે. સાધલીપણ ખાનગી શાળાઓ છે જે ફી લઇ ને વિદ્યાર્થીઓને ભણાવે છે.